બિગન્યૂઝ@અંબાલાલ: ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 25થી 29 મે તોફાની વરસાદની આગાહી

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ચોમાસા જેવો કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. ભારે વરસાદની સંભાવના તેમના દ્વારા ચાલુ મહિનાના અંતમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.

અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 25, 26, 27, 28 અને 29 તારીખે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે કહ્યું કે વાવ, થરાદ, અરવલ્લી, સાબરકાંઠાની સાથે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, બોડેલી, નડિયાદ, ખેડામાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પ્રિ-મોનસૂન એક્ટિવિટી દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાત સિવાય તેમણે પંચમહાલના અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

 સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ તેમણે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ સિવાય કચ્છના ભાગોમાં પણ તેમણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તે જોતા લગભગ આખા ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ બની શકે છે. તેમણે રોહિણી નક્ષત્રની સ્થિતને જોતા પ્રિ-મોનસુનમાં ચોમાસા જેવી સ્થિતિ બનશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જૂન મહિના અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, મહિનાની શરુઆતમાં અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળી શકે છે. આ રીતે બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ બન્યા બાદ ચક્રવાત બનવાની પણ શક્યતાઓ રહેલી છે. જોકે, ચક્રવાત કઈ દિશામાં આગળ વધશે તે આગામી સમયમાં માલુમ પડી શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જૂનની શરુઆત પછી પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે તેમણે ભારે આંધી-વંટોળની સાથે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.