ઘટના@જામનગર: ST બસને નડ્યો વિચિત્ર અકસ્માત, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, જુઓ CCTV

અટલ સમાચાર, ડેસ્ક
જામનગરમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત સ્પીડબ્રેકરના લીધે સર્જાયો છે. રસ્તામાં સ્પીડબ્રેકર આવતાં બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો. જેના લીધે બસની પાછળની સીટ પર બેસેલા વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂજેટ સામે આવ્યા છે.
જામનગરમાં સ્પીડબ્રેકર આવતાં બસનો કાચ તૂટ્તાં વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ બસ ધ્રોલ ડેપોની જામનગર જઇ રહી હતી, ત્યારે ગુલાબનગર નજીક રસ્તામાં સ્પીડબ્રેકર આવતાં ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, કેવી રીતે બસ સ્પીડબ્રેકર પરથી પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક જ બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને બસમાં બેસેલા વિદ્યાર્થીઓ રસ્તા પર પટકાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી ખૂબ જ અચરજ પમાડે તેવા છે.
જામનગરમાં ST બસને નડ્યો વિચિત્ર અકસ્માત, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, જુઓ CCTV#Gujarat pic.twitter.com/TZbja2nzdu
— Atal Samachar (@AtalSamachar) April 20, 2023
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બસમાં 90થી વધુ પેસેન્જર્સ સવાર હતા. બસનો કાચ તૂટતાં બે વિદ્યાર્થીઓ રસ્તા પર પટકાયા હતા. જેના લીધે તેમને ઇજાઓ પહોંચી હતી. વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને રાજ્યના એસટી વિભાગ દ્વારા 'સલામત સવારી, એસટી અમારી'નો દાવો કરવામાં આવતો હોય છે, ત્યારે આ દાવો જાણે પોકળ સાબિત થતો જણાય આવે છે.