શિક્ષણ@વિસનગર: સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની BCA કોલેજના વિધાર્થીઓ બાયસેગની મુલાકાતે
અટલ સમાચાર, ડેસ્ક
વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર વિધાર્થીઓની જાણકારી માટે એક આયોજન કરાયું હતું. વિગતો મુજબ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સી.જે પટેલ કોલેજ ઓફ કોમ્પુટર સ્ટડીઝના BCA, ડીપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા ગાંધીનગર ખાતે આવેલી બાયસેગ-N ની તા. 14/09/2023 તથા 15/09/2023 એમ 2 દિવસની ઔદ્યોગિક મુલાકાત ગોઠવવામાં આવી હતી.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સી.જે પટેલ કોલેજ ઓફ કોમ્પુટર સ્ટડીઝના BCA, ડીપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા 150 થી વધુ વિધાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ વિઝીટ દરમિયાન વિધાર્થીઓ ને બાયસેગ દ્વારા સ્પેસ, સેટેલાઈટ, કમ્યુનિકેશન, રોકેટ સાયન્સ, એરો સ્પેસ રીસર્ચ, બ્રોડકાસ્ટીંગ વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ સાથે આજના આધુનિક યુગની જરૂરિયાત એવા (ઇન્ટરનેટ ઓફ થીંગ્સ) અને સેન્સર ટેક્નોલોજી, સ્માર્ટ ડીવાઈસીસ , આઈઓટી ઇન એગ્રીકલ્ચર જેવા વિષયો પર જયેશ મકવાણા અને કમલેશ અમીન દ્વારા વિશેષ માર્ગદર્શન અને લાઇવ ડેમો આપવામાં આવ્યા હતા. વધુમાં BCA કોલેજના ઇન્ચાર્ઝ પ્રિન્સીપાલ ડૉ.અભિજિતસિંહ જાડેજા એ જણાવ્યું કે, ટેકનીકલ એજ્યુકેશન અને NEP 2020ના મુખ્ય ઉદેશ મુજબ આ પ્રકારની વિઝીટ અને લાઇવ ડેમો સેશન દ્વારા વિધાર્થી ઓ ને ખુબ જ લાભ થવાની શકયતાઓ રહેલી છે.
સૂત્રોનું માનીએ તો આગામી સમયમાં કોલેજ દ્વારા આ પ્રકારની વધુ ઔદ્યોગિક વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા BCA કોલેજના આ વિઝિટના કો-ઓરડીનેટરસ ડૉ. દર્શના પંડ્યા, પ્રો.કિરણ પટેલ, પ્રો.જીજ્ઞાશા પટેલ અને સમગ્ર BCA સ્ટાફનું યોગદાન પ્રાપ્ત થયું. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો. પી.એમ. ઉદાની, રજિસ્ટ્રાર ડો.પરિમલ ત્રિવેદી અને ડાઇરેક્ટર ઓફ ટેક્નિકલ કૌર્સેસ ડો.એચ.એન.શાહ દ્વારા કોલેજને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.