દુ:ખદ@સુરત: પુત્રની છઠ્ઠીમાં નાચતાં-નાચતાં પિતા અચાનક ઢળી પડ્યા, અંતે મોત થતાં પરિવાર શોકમગ્ન

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકે યુવાનનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. સુરતનાં કસોડ ગામમાં પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં નાચતાં નાચતાં પિતા કિરણ ઠાકુર બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમનું મોત નીપજ્યુ છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. દીકરાના જન્મની ખુશીમાં દુખ વ્યાપી ગયું છે. આ ઘટનામાં પિતા કિરણ ઠાકુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

સુરતના કોસાડ ગામમાં નવજાત બાળકની છઠ્ઠીનો પ્રસંગ ચાલી રહ્યો હતો. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવાર અને પિતા આ ખુશીને બમણી કરવા માટે ખુશીથી છલકાઇને મસ્તીમાં નાચી રહ્યા હતા. આ દરમિયાન પિતા કરણ ઠાકુર નાચતાં નાચતાં અસ્વસ્થ થઇને બેભાઇ થઇ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી. પરંતુ થોડા જ સમયમાં હાજર તબીબે તેમને મૃત જાહેર કરી દીધા હતા. જે બાદ તબીબોએ જરૂરી સેમ્પલ લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.