દુર્ઘટના@કચ્છ: KEMO STEEL કંપનીમાં ભઠ્ઠીમાં અચાનક થયો બ્લાસ્ટ, 7 થી વધુ લોકો ઘાયલ

 
Anjar

અટલ સમાચાર, ડેસ્ક

કચ્છ જિલ્લાના અંજારના બુધરમોરામાં સ્ટીલ કંપનીમાં મોટો અકસ્માતની ઘટના બની છે. લોખંડના કારખાનામાં સળગતી લોખંડની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો છે. સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાં 4 લોકોની હાલત અત્યંત નાજુક છે જેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. કંપનીમાં સ્ટીલ પીગળતી વખતે અકસ્માત સર્જાયો છે જેમાં કામદારોને ગંભીર ઈજાઓ થઈ. સ્થાનિક પોલીસે અકસ્માત મામલે જાણવાજોગ દાખલ કરી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે.

સ્ટીલ કંપનીમાં સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા દુર્ઘટના સામે આવી હતી. જેમાં ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તરફ ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. પ્રાથમિક વિગતો મુજબ અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને લઈ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.