દુર્ઘટના@ધ્રાંગધ્રા: મુખ્ય બજારમાં અચાનક ભીષણ આગ, 15થી વધુ દુકાનો આગની ઝપેટમાં
અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલ અલગ અલગ દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી શોપિંગ સેન્ટરમાં સવારે લેબોટરી, રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિત અંદાજે 15થી વધુ દુકાનોમાં આગ લાગી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 15 જેટલી દુકાનોમાં ફેલાઇ ગઇ હતી.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આગની ઘટના સામે આવી છે. વહેલી સવારે લાગેલી આગ એક સાથે 15 દુકાનોમાં પ્રસરી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ બ્લડ બેંક તેમજ લેબોરેટરી સુધી પણ પ્રસરી ગઈ હતી. આગને કારણે દુકાનોમાં રહેલ તમામ માલ સામાન બળીને ખાખ થઈ જતાં મોટા પાયે નુકશાન થયું હતું.
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે આર્મીના 50થી વધુ જવાનો કામે લાગ્યા હતા. વિરમગામથી વધારાના ફાયર ફાઈટરો બોલાવાયા આવ્યા હતા. કલેક્ટરે કહ્યું હતું કે આગ ભીષણ સ્વરૂપ પકડી રહી છે. ધ્રાંગધ્રામાં મુખ્ય બજારમાં 15થી વધુ દુકાનોમાં આગની ઝપેટમાં આવી હતી. આર્મી અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ પર નિયંત્રણ મેળવવા આર્મીના 50 જવાનો તૈનાત કરાયા હતા. આગમાં એક ડઝનથી વધુ દુકાનો બળીને ખાખ થઇ હતી. 10થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગને કાબૂમાં લેતા હજુ સમય લાગશે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.