દુર્ઘટના@મોડાસા: હજીરા વિસ્તારમાં મોડી સાંજે શોરૂમમાં અચાનક ભીષણ આગ, જાણો પછી શું થયું ?
Updated: Jan 5, 2024, 14:18 IST

અટલ સમાચાર, ડેસ્ક
મોડાસાના હજીરા વિસ્તારમાં મોડી સાંજે શોરૂમ ભીષણમાં આગ લાગી હતી. હજીરા વિસ્તારમાં આવેલ બજાજના શોરૂમમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ત્રણ ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવવા આવી પહોંચી હતી.આગના પગલે બાઇક અને સ્કૂટીઓ બહાર કાઢવા પ્રયાસ કરાયો હતો. આગના કારણે હજીરા વિસ્તારમાં આગ બાદ વીજળી બંધ કરાઈ છે.
હાલ તો ફાયર ફાઈટર સહિતની ટીમો આગ પર કાબુ મેળવવા અને કોઈ વધુ નુકશાન ના થાય એના પ્રયાસોમાં લાગી છે. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે.