બનાવ@સાંતલપુર: નર્મદા કેનાલમાં અચાનક પડ્યું ગાબડું, ખેડૂતોએ તંત્રનું ધ્યાન દોરતાં પાક નુકશાની ટળી

 
Santalpur

અટલ સમાચાર, ડેસ્ક

સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ પાસેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. આ તરફ ગાબડું પડવાની સાથે કેનાલનો ભાગ બેસી જતા ખેડૂતોના માં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે તંત્ર ને જાણ થતાં અને તંત્ર ની સમયસરની સુચકતાના કારણે ખેડૂતો ને મોટી નુકસાની થતાં અટકી હતી. 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલની હલકી ગુણવત્તાવાળા કામને લઈને અવારનવાર ગાબડાં પડતાં હોય છે. જોકે આ વિસ્તારની કેનાલ બેસી ગઈ હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે તંત્ર નું ધ્યાન દોર્યું હતું. આ તરફ કેનાલ નું પાણી બંધ કરાવતા ખેડૂતો ની મોટી નુકસાની ટળી હતી.