દુર્ઘટના@ભાવનગર: અચાનક ઢોર આવી જતા કાર નાળામાં ખાબકી, મહિલાનું મોત
અટલ સમાચાર, ડેસ્ક
ભાવનગરમાં રખડતા ઢોરનાા કારણે બે અલગ અલગ ઘટનામાં બે નો મોત નિપજ્યા છે. એક ઘટનાં કારમાં સવાર દંપતી ભાવનગર પરત ફરી રહ્યા ત્યારે અચનાક રસ્તામાં ઢોર આવી જતા કાર પલ્ટાઈને નાળામાં ખાબકી હતી, જો કે કાર ચાલકનો જીવ બચ્યો તો મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું. તો બીજી ઘટનામાં રસ્તા પર અચનાક ઢોર આવી જતા બાઈકસાવરની ટક્કર થઈ હતી જેમાં એકનું મોત નિપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદથી હમીદભાઈ ડેરૈયા અને તેમના પત્ની ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન તેમની કારની આડે ઢોર આવી જતા તેમની કાર નાળામાં પલટી ખાઈ ગઈ હતી. જેના પગલે તેમનો મોટો અકસ્માત થયો હતો..જેમાં તેમની પત્ની હુસનાબેનનું મોત નીપજ્યું હતું.જ્યારે હમીદભાઈ ડેરૈયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ભાવનગરમાં રખડતા ઢોરનો આંતકે ફરી એક યુવકનો ભોગ લીધો. રસ્તામાં આખલો આડો આવતાં તે બાઈકચાલક સાથે અથડાયો.. જેમાં એકનું મોત થયું જ્યારે એકને ગંભીર ઈજા થઈ. અનીષ મોતિયા નામના યુવકનું મોત થયું. જ્યારે મંગીયા વસાવાને ગંભીર ઈજા થતાં તેને સિહોર હોસ્પિટલ બાદ ભાવનગરની હોસ્પિટલમાં રીફર કરાયો હતો.