દુ:ખદ@પાટણ: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી ભાભરની યુવતીનો આપઘાત, કારણ અકબંધ

 
Sucide

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ શહેરના શીતળા માતા મંદિર ચોકડી પાસે આવેલી પ્રેરણાથી તીર્થ સોસાયટીમાં રહેતી એક યુવતીએ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ આ યુવતી મૂળ ભાભરની વતની હતી અને અહી પાટણમાં રહી સ્પર્ધાત્મક તૈયારીઓ માટે બહેનપણીઓ સાથે રહેતી હતી. જોકે આ યુવતીએ કોઈ કારણોસર ગળેટૂંકો ખાઇ જીવન ટૂંકાવી લેતા પરિજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. 

પાટણ શહેરમાં લાંબા સમયથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે રોકાયેલ યુવતીએ જીવન ટૂંકાવી લીધું છે. શહેરનાં પ્રેરણા તીથી સોસાયટીના મકાનમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સમગ્ર મામલે રૂમની બહેનપણીઓને જાણ થતા તેમના પરિવારને જાણ કરતા તાબડતોડ પરિવાર પાટણ દોડી આવ્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરતા યુવતીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.