રિપોર્ટ@ગુજરાત: હજી ઉનાળો શરૂ નથી થયો પણ રેકોર્ડબ્રેક ગરમી, અહી તો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં શિયાળમાં ઠંડાગાર રહેતા શહેરોમાં હવે અંગ દઝાડે તેવી ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રી ઉપર પહોચ્યું છે. ભુજના મહત્તમ તાપમાને તો છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી મહિના મહત્તમ તાપમાનો રેકોર્ડ તોડી દીધો છે. જોકે, ઉનાળો શરૂ થયો નથી. પરંતુ બપોરે તો ઉનાળાની ગરમી જેવો અહેસાસ થાય છે. અત્યારે શિયાળાની ઋતુ બાદ હવે ઉનાળાની ઋતુની શરૂઆત થવાની છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. મહત્તમ તાપમાન 38થી 40 ડીગ્રી આસપાસ રહેશે. છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી મહિના મહત્તમ તાપમાન રેકોર્ડ તુડ્યો છે અને ભુજમાં મહત્તમ તાપમાન 40.3 ડીગ્રી નોંધાયું છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાય છે. સૂકા પવન ફૂંકાવવાના કારણે મહત્તમ તાપમાન ઊંચું નોંધાયા રહ્યું છે.

મહત્વનું છે કે, શિયાળો પૂર્ણ થવા તરફ છે. ઉનાળાની શરૂઆત માર્ચ મહિનાથી થઈ જશે. ધીમે-ધીમે તાપમાન વધવા લાગશે. પરંતુ ચાલુ વર્ષે ઠંડી પણ રેકોર્ડ બ્રેક પડી છે. હવે ઉનાળો પણ આકરો રહેવાના એંધાણ છે. કારણ કે, સામાન્ય રીતે તો ફેબ્રુઆરી મહિના અંતમાં 36 થી 37 ડીગ્રી આસપાસ તાપમાન પહોંચતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો માર્ચના પહેલા સપ્તાહમાં હોય તેટલું તાપમાન ફેબ્રુઆરીમાં નોંધાયા રહ્યું છે. 40 ડીગ્રી તાપમાન માર્ચમાં નોંધાતું હોય છે. પરંતુ ભુજમાં મહત્તમ તાપમાન 40.3 ડીગ્રીએ પહોંચી ગયું છે અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.