બિગબ્રેકિંગ@ગુજરાત: હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, આ કેસમાં આપ્યા જામીન

અટલ સમાચાર, ડેસ્ક
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપના નેતા હાર્દિક પટેલને ગુજરાતમાં 2015ના પાટીદાર આંદોલન દરમિયાન થયેલા રમખાણો, હિંસા અને આગચંપી કરવાના કેસમાં જામીન આપ્યા છે. આ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા અગાઉ અપાયેલી વચગાળાની રાહતને ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને હિમા કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ઠેરવી હતી. ગુજરાતમાં પાટીદાર આંદોલન પાટીદાર સમાજ માટે અનામતની માંગ માટે શરુ થયું હતું.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020 માં પટેલની ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું જે તેઓ સમયે કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. હાર્દિક પટેલે 2015ના કેસમાં તેમને આગોતરા જામીન નકારતા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલત પડકાર્યો હતો. હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યો હતો અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
[BREAKING] Patidar agitation violence: Supreme Court grants bail to BJP's Hardik Patel
— Bar & Bench (@barandbench) April 28, 2023
report by @AB_Hazardous #SupremeCourtofIndia @HardikPatel_ https://t.co/ET0sFNim2C
હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી, જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. જોકે આ અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારપછી તેણે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેણે ગયા વર્ષે એપ્રિલમાં દોષિત ઠેરવવા પર રોક લગાવી હતી. હાર્દિક પટેલ હાલ વિરમગામ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.