આપઘાત@સુરત: UPથી રોજગારી માટે આવ્યા બાદ યુવકે અચાનક ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના વેસુમાં નવનિર્મિત બિલ્ડિંગમાં કલર કામ કરતા યુવકે પતરાના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેથી યુવકના મિત્રોનો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રોએ કહ્યું હતું કે, રાત્રીના ભોજન બાદ બધા જ સુઈ ગયા હતા. 11 વાગ્યાની આસપાસ ખાલી પતરાની ખોલીમાં જઈ યુવકએ ફાંસો ખાઈ લીધો હતો. મિત્રોની નજર યુવક ઉપર પડતાં પોલીસને જાણ કરાઈ હતી.

મૃતકના બનેલી દિપુએ કહ્યું કે, સજ્જન માધવ શાહની ઉંમર માત્ર 18 વર્ષ હતી. તેમજ તે યુપીનો રહેવાસી હતો. બે બહેનો અને ત્રણ ભાઈઓને ભણાવવાની જવાબદારી નિભાવવા સુરત આવ્યો હતો. તેમજ પરિવારને ખૂબ પ્રિય હતો. માતા-પિતા સહિત આખું પરિવાર વતન યુપીમાં રહે છે. પોતાના વ્હાલસોયા પુત્રના આપઘાતના સમાચારથી આખા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. વધુમાં જવાના મળ્યું છે કે, સજ્જન 5 મહિના પહેલા જ સુરતમાં રોજગારીની શોધમાં આવ્યો હતો. મિત્રોની મદદથી નવનિર્મિત બાંધકામમાં કલર કામનું કામ મેળવી મજૂરીકામ કરતો હતો.

આ સાથે સામે આવ્યું છે કે, વતન યુપીમાં સજ્જનને કોઈ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. લગભગ ફોન પર વાતચીત પણ થતી હતી. સોમવારના રોજ કામ પરથી આવ્યા બાદ બધા જ મિત્રોએ ભોજન તૈયાર કરી જમી લીધું હતું. સજ્જન ભાઈ સાથે ફોન પર વાત કરતો હતો. બસ ત્યારે એને છેલ્લીવાર મિત્રોએ જોયો હતો. ત્યારબાદ સજ્જન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.