કાર્યવાહી@સુરત: હોટલ પેસિફિકમાં ચાલતા ગોરખધંધા પર દરોડામાં એક યુવતી-બે યુવકને ઝડપાયા
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં સ્પામાં પોલીસની ભીંસ વધતા હવે હોટલમાં ગોરખધંધા થઈ રહ્યાં છે. પોલીસ દ્વારા અલથાણ વિસ્તારમાં આવેલી હોટલ પેસિફિકમાં રેડ કરવામાં આવી હતી. જેમાં બે યુવકો અને એક યુવતીને ઝડપી લેવામાં આવ્યાં હતાં. ગેરકાયદે પ્રવૃતિ કરનારાને ઝડપી લઈને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
IUCAW, AHTU અને મિસિંગ સેલ દ્વારા નવરાત્રિમાં જ ગોરખધંધા પર દરોડા કરવામાં આવ્યાં હતાં. અલથાણમાં આવેલી હોટલ પેસિફિક પર પાડવામાં રેડ કરવામાં આવી હતી. જેમાં એક યુવતી અને બે યુવકને ઝડપી પાડવામાં આવ્યા હતાં. છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે કે ઓયો હોટલોમાં ગોરખધંધા ચાલે છે. જે ખરૂ ઠર્યું હોવાનું સામે આવ્યું છે.
ઇન્વેસ્ટ્રીગેટિવ યુનિટ ફોર ક્રાઇમ અગેન્સ્ટ વુમનના ઇન્ચાર્જ એસીપી શ્વેતા ડેનિયલની આગેવાનીમાં સમગ્ર રેડ કરાઈ હતી. હાલ ત્રણેય યુવક યુવતીઓને પૂછપરછ માટે AHTU ખાતે લઈ જવામાં આવ્યાં છે. હોટલ પેસિફિકમાંથી મોટાં ભાગના દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે. જેની હવે તપાસ કરવામાં આવશે.