દુ:ખદ@સુરેન્દ્રનગર: થાનમાં ટ્રેક્ટર કુવામાં ખાબકતાં 2ના મોત 3 ગંભીર, જાણો શું છે સમગ્ર બનાવ ?

 
Than

અટલ સમાચાર, ડેસ્ક 

સુરેન્દ્રનગરમાં મુળીના થાન વિસ્તારમાં દુર્ઘટના ઘટી છે. મુળીના થાન વિસ્તારમાં કુવામાં ટ્ર્ક્ટર ખાબકતા પાંચ શ્રમિક દટાયા હતા જે પૈકી બે શ્રમિકના મોત થયા છે તેમજ અન્ય ત્રણને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડલામાં આવ્યાં છે. ટ્રેક્ટર કુવામાં ખાબકવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના થાન વિસ્તારમાં ટ્રેક્ટર કુવામાં ખાબતા ત્રણ શ્રમિકોના મોત થયા છે. જે ઘટનામાં પાંચ શ્રમિકમાં દટાયા હતા જેમાં બેના મોત થયા હતા અને ત્રણને ગંભીર સ્થતિમાં સારવાર માટે હોસ્પિટ ખસેડવામાં આવ્યા હતા. ટ્રેક્ટર કુવામાં ખાબકતા સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરામાં આવી હતી અને પાંચ શ્રમિકોને બહાર નીકાળવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં બેના મોત થયા છે અને ત્રણ શ્રમિક સારવાર હેઠળ છે.