ACB@પાટડી: મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર, ગ્રામ પંચાયત સભ્ય અને વચેટિયો 7000ની લાંચ લેતા ઝબ્બે

 
ACB

અટલ સમાચાર, ડેસ્ક 

પાટડી મામલતદાર કચેરીના કોમ્પ્યુટરઓપરેટર, ગ્રામ પંચાયતના સભ્ય અને વચેટિયા સહિત ત્રણ વ્યક્તિ 7000ની લાંચ લેતા ઝડપાયા છે. વાત જાણે એમ છે કે, ફરિયાદી પાસે વિધવા સહાય પેટે વધુ ચૂકવાયેલા પૈસાની રિકવરી બાબતે 10,000ની લાંચ માંગી હતી. જે બાદમાં આરોપીઓએ અગાઉ 3,000 મેળવી લીધા બાદ 7,000ની લાંચ માંગી હતી. જેથી ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોય એસીબીનો સંપર્ક કરતાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

પાટડી પંથકમાં ફરિયાદીના માતાને સરકાર તરફથી મળેલ વિધવા સહાય પેટે વધુ ચૂકવાયેલા 20,000ની રિકવરી કરવાની હતી. જેથી ઈમ્તિયાઝભાઈ મહેબૂબભાઈ ખવડીયા, ગ્રામ પંચાયત સભ્ય, હાથીપુરા, તા.પાટડી,જી.સુરેન્દ્રનગર, મેહુલકુમાર હજુરભાઈ ઠાકોર, કોમ્પ્યુટર ઓપરેટર, મામલતદારશ્રીની કચેરી, પાટડી,જી.સુરેન્દ્રનગર અને તાનસંગભાઇ રામાભાઈ કોઈન્તીયા, રહે.ઘાસપુર, તા.પાટડીએ ફરિયાદી પાસે રિકવરીના નામે રકઝકના અંતે 10,000ની લાંચ માંગી હતી. જે બાદમાં અગાઉ 3000ની લાંચ સ્વીકાર્યા બાદ 7,000 બુધવારે આપવાનો વાયદો કર્યો હતો. 

આ દરમ્યાન ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક, એમ.એમ. સરવૈયાના સુપ્રવિઝન હેઠળ ડી.વી.રાણા, પોલીસ ઇન્સ્પેકટર, સુરેન્દ્રનગરની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં ત્રણેય આરોપી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.