હડકંપ@સુરેન્દ્રનગર: દસાડામાં ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી પર CID ક્રાઈમના દરોડા, મહેસાણાના ઈસમ સામે ગુનો નોંધાયો

 
CID Crime File Photo

અટલ સમાચાર, ડેસ્ક 

સુરેન્દ્રનગરના દસાડા પંથકમાં CID ક્રાઇમે દરોડા પાડ્યા છે.  જે બાદમાં કેમિકલયુક્ત પાણીથી જમીનને નુકસાન પહોંચાડનાર સામે ફરિયાદ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સોશિયા ગામની સીમમાં ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી ચાલતી હોવાનું તેમજ કેમિકલ પ્રોસેસ થયા વગરનું પાણી સીમમાં ઠાલવી જમીનને નુકસાન પહોંચાડતા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તુરંત CID ક્રાઇમની ટીમે ત્યાં જઇને દરોડો પાડ્યો હતો. જ્યાંથી આરોપી ડાંગરવા ગામના પંકજ પટેલ અને મહેસાણાના સાકીર ઘાંચી ઝડપાતા તેઓની સામે ગુનો નોંધાયો છે. 
 
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સોશિયા ગામની સીમમાં ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરીમાં CID ક્રાઇમના દરોડાથી પંથકમાં હડકંપ મચી ગયો છે. ઝાપડાયેલા આરોપીઓની પૂછપરછમાં બંનેએ ભાગીદારીમાં ડાઇઝ કલર બનાવવાનો પાઉડર બનાવતા હોવાનું જણાવ્યું હતું. આથી બંને પાસે ફેક્ટરીના કાગળો માંગતા તેઓની પાસે કોઇ પણ લાઇસન્સ ન હોવાનું જણાવ્યું હતું. માત્ર એટલું જ નહીં ગેરકાયદેસર ફેક્ટરી પાસે કોઇ CCTV કેમેરા પણ લગાડવામાં ન હતા આવ્યા.  

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

આ તરફ રાત્રીનો સમય હોવાથી બીજા દિવસે સુરેન્દ્રનગરના GPCB વિભાગને જાણ કરવામાં આવી હતી. GPCB વિભાગની તપાસમાં ફેક્ટરી પાસે સો બાય સોનો એક હોજ મળી આવ્યો હતો. 33 મીટર આ ઊંડા હોજમાં ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીને ઠલવવામાં આવતું. તંત્રએ હોજમાંથી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઇને પંચનામું કર્યું હતું. કેમિકલ પ્રોસેસ કરેલું કેમિકલયુક્ત પાણી હોજમાં નાખવાને કારણે આસપાસની જમીનને નુકસાન થયું હતું. 

ઇસમો સામે ગુનો નોંધાયો 

સમગ્ર મામલે CID ક્રાઇમ અને રાજકોટ ઝોને ફરિયાદ નોંધી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના હેડ કોન્સ. મનુભાઇ શકરાભાઇ દેસાઇએ અમદાવાદ જિલ્લાના ડાંગરવા ગામના પંકજ શના પટેલ અને મહેસાણા જિલ્લાના તંબોડી વાસના સાકીર સિદીક ઘાંચી સામે IPC 277, 278 અને 114 પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ 15 અને પાણી પ્રદૂષણ અધિનિયમની કલમ 24 હેઠળ ફરિયાદ નોંધાવી છે.