કાર્યવાહી@ સુરેન્દ્રનગર: દેવચરાડી બે જ્ઞાતિના જૂથો વચ્ચે અથડામણ બાદ PIની બદલીના આદેશ

 
Surendranagar

અટલ સમાચાર,ડેસ્ક 

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એક યુવાનની લોથ ઢળી હતી. સમગ્ર મામલે મહિલા PIની બદલી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ મહિલા PI ટી.બી. હિરાણીની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. મૃતક યુવકના પરિવારજનોએ પીઆઈ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, પરિવાર દ્વારા હજુ સુધી યુવકનો મૃતદેહ સ્વિકારવામાં આવ્યો નથી.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગ્રામ પંચાયતની ચૂંટણીની અંગત અદાવતમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા અને એક જૂથે હથિયારો ધારણ કરી અને દેવચરાડીના પૂર્વ સરપંચ વાલજીભાઈના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. લાકડી, તલવાર, લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે એક ટોળું વાલજીભાઈના ઘેર ઘસી ગયું અને બેરહેમી પૂર્વક હુમલો કર્યો હતો.

આ ઘટનામાં વાલજીભાઈ, તેમના પત્ની અને ભત્રીજા જગદીશને ગંભીર ઇજાઓ થઈ હતી. આ કેસમાં વાલજીભાઈના ભત્રીજા જગદીશનું સારવાર દરમિયાન મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો. દલિત સમાજના વાલજીભાઈના પરિવાર ઉપર થયેલા હુમલાને લઈ અને લોકોના ટોળાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.