સુરેન્દ્રનગર: પતિએ ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ વાપરવાની ના પાડતા પત્નીએ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક
નાની વાત ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે તેનો અંદાજો ઘણીવાર મોળો આવે છે. સુરેન્દ્રનગરમાં પણ મહિલાએ નાની વાતમાં આપઘાત જેવું મોટું પગલું ભરી લીધું છે. સુરેન્દ્રનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરની સાધના સોસાયટીમાં રહેતા પરિવારની પરિણીતાએ આપઘાત કરી લીધી છે. જેમાં પતિએ વધુ મોબાઇલનો ઉપયોગ નહીં કરવાનો ઠપકો આપતા પત્નીએ અંતિમ પગલું ભર્યું છે.
સુરેન્દ્રનગર દૂધરેજ ફાટક બહાર આવેલી સાધના સોસાયટીમાં રહેતા 35 વર્ષના ઝરણાબેન મનીષભાઇ દોશીએ પોતાના ઘરે કોઇ ન હતું. ત્યારે ઘરનો દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘરે આવેલા પતિને જાણ થતા પરિવાર આઘાતમાં આવી ગયુ હતુ.
ઝરણાબેનના પતિ મનિષભાઇએ પોલીસને જાણ કરીને એવી વિગતો જણાવી હતી કે, તેમની પત્ની મોબાઇલ ઉપર ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ વધુ પ્રમાણમાં જોતા હતા. આથી વધુ પડતો મોબાઇલનો ઉપયોગ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. જે બાબતનું મનમાં લાગી જતા તેમણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની વધુ તપાસ જમાદાર હમીરભાઇ ચલાવી રહ્યા છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં પણ પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. સાસરિયાના ત્રાસથી પરિણીતાએ જીવન ટુંકાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં એક પરિણીતા એ પતિ, દિયર અને સાસુ સસરાનાં ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે. પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી. સાંજના સમયે ચાંદખેડામાં એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
પરિણીતાના પિતા પુરણભાઈને જમાઈ આશિષ મકવાણાનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક ચાંદખેડામાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બોલાવ્યા હતા. જ્યાં પહોંચતા તેઓની દિકરી રોશનીએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે દિકરીનાં સાસરિયાઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપી પિતા અને સસરાની ધરપકડ કરી છે.