દુર્ઘટના@સુરેન્દ્રનગર: રમતાં -રમતાં બાળકો તળાવ ડૂબી ગયા, એકસાથે 5 બાળકોના મોતથી માતમ છવાયો
સ્થાનિકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી લાશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક સાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. આ બાળકોના મોતથી પરિવારમાં પણ માતમ છવાયો છે.
Aug 3, 2022, 16:05 IST

અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં મેથાણ ગામ નજીક તળાવડીમાં ડુબવાને કારણે 5 બાળકોનાં મોત થયા છે. મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં બાળકો નહાવા પડ્યા હતા. જ્યાં રમતાં રમતાં બાળકો ડુબી ગયો હતા. સ્થાનિકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી લાશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક સાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. આ બાળકોના મોતથી પરિવારમાં પણ માતમ છવાયો છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આ બાળકો મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં ન્હાવા ગયા હતા. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે. એક સાથે પાંચ બાળકોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.