દોડધામ@સુરેન્દ્રનગર: સગર્ભા મહિલાને કોરોના પોઝિટીવ, ગામમાં ફફડાટ

અટલ સમાચાર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે સગર્ભા મહીલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ ગામ આખામાં હડકંપ મચી ગયો છે. મહીલાને તાત્કાલિક અસરથી આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. આ સાથે મહિલાના સંપર્કમાં આવેલા લોકોને શોધવા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. નોંધનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના ટેસ્ટિંગ વધવાના કારણે જિલ્લામાં છેલ્લા 16
 
દોડધામ@સુરેન્દ્રનગર: સગર્ભા મહિલાને કોરોના પોઝિટીવ, ગામમાં ફફડાટ

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે સગર્ભા મહીલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ ગામ આખામાં હડકંપ મચી ગયો છે. મહીલાને તાત્કાલિક અસરથી આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. આ સાથે મહિલાના સંપર્કમાં આવેલા લોકોને શોધવા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. નોંધનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના ટેસ્ટિંગ વધવાના કારણે જિલ્લામાં છેલ્લા 16 દિવસ માં 29 કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 32 પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામે કોરોનાનો કેસ સામે આવ્યો છે. ઝેઝરી ગામના સગર્ભા અલકાબેન શંકરભાઇ ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સગર્ભા મહીલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા ગામમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. ખાસ કરી કોરોના સંક્રમણનો ખતરો જિલ્લામાં સગર્ભા મહિલાઓ ઉપર વધુ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. અગાઉ પણ બે સગર્ભા મહિલાને જિલ્લામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવા પામ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 32 કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 80 ટકા કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાવા પામ્યા છે. આજે સવારે કોરોના પોઝિટીવ આવેલા મહીલાને સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાવાયરસના કેસો નોંધાતા કોરોના સંક્રમણ બાબતે લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.