સ્પોર્ટ્સ@ગુજરાત: T-20 Day Night Cricket Tournamentનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ફરી એકવાર ઑલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે બેટ પર હાથ અજમાવી પોતાના આગવા અંદાજમાં ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નો શુભારંભ કરાવ્યો હતો. 

પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ હતી. CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી.