ગંભીર@સંજેલી: પાણીનો પ્રશ્ન હોવા છતાં તલાટી અને વાસ્મોએ ખોટું અર્થઘટન કર્યાનો આક્ષેપ, મોટી ઘટના

 
Sanjeli

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંજેલી તાલુકામાં અનેક જગ્યાએ ફળિયાંમાં પીવાના પાણીની સમસ્યાની બૂમરાણ છે. સરકારની નલ સે જલ સહિતની અનેક યોજના છતાં પોતાના ફળિયામાં પીવાના પાણીની વિકટ સ્થિતિ જણાતાં અરજદારે છેક ગાંધીનગર ફરિયાદ કરી હતી. આ પછી થયેલી તપાસ અને સ્થળ વિઝીટને પગલે અરજી ફાઇલે થઈ ગઈ હતી. અરજદારે વિગતો મેળવતાં ખબર પડી કે, ફળિયામાં પીવાનું પાણી મળતું નથી છતાં સમસ્યા ફાઇલે કેમ કરી ત્યારે અરજદાર ચોંકી ગયા હતા. તલાટી અને વાસ્મો વાળાએ ખોટું અર્થઘટન કરી પાણીનો પ્રશ્ન ફાઇલે કરતાં અરજદારે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. સરકારમાં ઓનલાઇન ખોટો ફોટો અપલોડ કરી સમસ્યા ફાઇલે કર્યાનો આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ....

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા લવારા ગામના રહીશ અરવિંદભાઇ શંકરભાઇ બારીયાએ પોતાના ફળિયામાં પીવાના પાણીની સમસ્યા વિરુદ્ધ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરીયાદ કરી હતી. આથી મામલો દાહોદના સંજેલી તાલુકા પંચાયતમાં આવતાં તપાસ થઈ હતી. જેમાં તલાટીના રિપોર્ટિંગ આધારે સંજેલી ટીડીઓએ દાહોદના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી જણાવ્યું કે, "સ્થળ તપાસ કરતાં ફળિયામાં નલ સે જલનુ કનેક્શન આપેલ છે, પરંતુ બોરમા પાણીના સ્તર નીચા હોવાથી પાણી આવતું નથી, જોકે બાજુમા બીજો સરકારી બોર હોવાથી સદર ફળિયામાં પાણી મળી રહે છે". આથી અરજી ફાઇલે કરવી તેવું કહ્યું પરંતુ જ્યારે આ માહિતી અરજદારને પણ તો પગ તળેથી જમીન સરકી ગયા જેવી હાલત બની હતી. અરજદારે ખોટી રીતે અરજી ફાઇલે કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

Sanjeli

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેક ગાંધીનગર ફરિયાદ કરવા છતાં પાણીનો પ્રશ્ન કેમ હલ ના થયો તે જાણતાં અરજદારે ગંભીર આરોપ મૂક્યો છે. અરજદાર બારીયા અરવિંદભાઈએ જણાવ્યું હતુ કે, ઓનલાઇન સિસ્ટમમાં ફળિયામાં પાણી આવતું હોવાનો ખોટો ફોટો અપલોડ કરી ગેરકાયદેસર રીતે પાણીની સમસ્યા દફતરે કર્યાનો સનસનીખેજ આરોપ મૂક્યો છે. તલાટી, ટીડીઓ અને વાસ્મોના જવાબદાર કર્મચારીના મતે સદર ફળિયામાં પાણી મળી રહે છે જ્યારે રહીશ અરવિંદભાઇ બારીયાનો આક્ષેપ છે કે, છેક દૂરથી ચાલીને પાણી લાવી રહ્યા છે. આટલુ જ નહિ, જે બોર હયાત છે તેમાં પાણીના તળ ઉંડા નથી પરંતુ મોટર જ બંધ છે. આવી સ્થિતિમાં મામલો અનેક પ્રકારે શંકાસ્પદ અને ચોંકાવનારો બનતો જાય છે.