બિગબ્રેકિંગ@ગુજરાત: તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજાશે કે નહિ ? હસમુખ પટેલનું સૌથી મોટું નિવેદન

 
Hasmukh Patel

અટલ સમાચાર, ડેસ્ક

આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટીની પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. GPSSB ચેરમેન હસમુખ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તલાટીની પરીક્ષા અંગે 3 દિવસમાં નિર્ણય થશે. 30 એપ્રિલે પરીક્ષા યોજાવી કે નહીં એનો નિર્ણય થશે. પૂરતા કેન્દ્ર મળશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજાશે. પૂરતા કેન્દ્ર નહીં મળે તો 30 એપ્રિલે પરીક્ષા નહીં યોજાય.

પંચાયત ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ નિવેદન આપ્યું છે કે, તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજવી કે નહીં, તે અંગે 3 દિવસમાં જ નિર્ણય લેવાશે. જૂનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે તલાટીની પરીક્ષા પંચાયત વિભાગની પ્રાથમિકતા છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, જો પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજવાની જાહેરાત કરીશું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષા માટે સાડા સત્તર લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવાની બાકી છે. ત્યારે આ અંગે ફાઈનલ નિર્ણય 3 દિવસમાં લેવાશે.