બેફામ@શહેરા: તળાવને મિટાવી દેવા તલાટીએ કરી દીધો ઠરાવ, ખનીજના વેપારી માટે રસ્તો બનાવવા ષડયંત્ર

 
Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

શહેરા તાલુકાના ગામમાં ગુજરાતમાં ક્યારેય ના બની શકે અથવા ભાગ્યેજ બને તેવી ઘટનાનો પાયો નાખવામાં આવ્યો છે. લોકો અને પશુ-પક્ષીઓ માટે સરકાર તળાવ ઉંડા કરાવે છે પરંતુ આ ગામના તલાટીએ તો આખું તળાવ જ મિટાવી દેવા કારસો રચ્યો છે. તળાવનું અસ્તિત્વ જ પૂર્ણ કરવા માટી નાખી તળાવનું નામોનિશાન મિટાવી દેવાનો ચોંકાવનારો ઠરાવ કર્યો છે. તલાટી અને સરપંચને અચાનક ગૌચર ઉપર પ્રેમ ઉભરી આવ્યો એટલે કાગળ ઉપર તળાવવાળી જમીનમાં માટી પુરાણ કરી ગૌચર કરવા કલેક્ટરને અરજી કરી છે. હકીકતમાં ગૌચર પ્રત્યે પ્રેમ નથી પરંતુ ખાનગી વેપારીને પથ્થરોના ટ્રકોની અવરજવર માટે સુવિધા કરી આપવા તળાવને મિટાવી દેવાનો કારસો હોવાનું ખુદ તાલુકા ડેલિકેટે જણાવ્યું છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ......

Panchamahal

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર તલાટી અને સરપંચે ગામ તળાવને પાણીથી ભરવાને બદલે તળાવને જ મારી નાખવા ગોઠવણ કરી છે. ગામમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં ગૌચર જમીન ઉપલબ્ધ છે છતાં ઘાસચારાનુ સફળ આયોજન નથી કરી શક્યા અને હવે અચાનક ગૌચર ઉપર પ્રેમ ઉભરાઈ આવ્યો છે. જૂના વલ્લભપુરથી જૂનીવાડી જતાં રસ્તામાં આઝાદીથી પણ જૂનું તળાવ આવેલું છે. નવા સર્વે નંબર 977 ખાતે તળાવ છે તેને સંપૂર્ણ રીતે મિટાવી દેવા ખળભળાટ ઉપજાવી દેતો ઠરાવ કરી દીધો છે.

Pachamahal

સવા હેક્ટરથી પણ મોટું આ તળાવ ઉપયોગી ના હોવાથી અને ગૌચરમાં કરવાથી ઘાસચારો કરવા તલાટી સરપંચે ઠરાવ કરી દીધો છે. હકીકતમાં ગૌચર પ્રત્યે પ્રેમનો ઈરાદો નથી પરંતુ પડદા પાછળ પ્લાન કંઈક બીજો હોવાનું સામે આવ્યું છે.

તળાવ નજીકમાં આવેલ પથ્થરોની ખાણમાં અવરજવર માટે આ તળાવ આડું આવે છે. આથી તલાટીએ ગામના તળાવને જ ખતમ કરવા ગંભીર પ્રકારનો ઠરાવ કરી દેતાં સમગ્ર પંથકમાં કોલાહલ મચી ગયો છે.

Panchmahal

ગામના તળાવને સદાયને માટે મિટાવી દેવાનો ઠરાવ થયાની જાણ થતાં શહેરા તાલુકા પંચાયતના જશવંતસિંહ સોલંકી ચોંકી ગયા હતા. આથી પ્રથમ તો તાલુકા પંચાયત અને આખરે પંચમહાલ કલેક્ટરને ફરિયાદ કરી હતી. જોકે પંચમહાલ કલેક્ટરથી તુરંત કોઈ નિકાલ નહિ આવતાં ડેલિકેટ જસવંતસિંહ સોલંકીએ મંગળવારે આત્મવિલોપન કરવાનો ચોંકાવનારો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી.

Jaherat
જાહેરાત

આ ઘટના બુધવારે સવારે જ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં બની અને જશવંતસિંહ સોલંકીએ આક્ષેપ કરતાં કહ્યું કે, મારૂ મર્ડર થાય તો ગોધરા કલેક્ટરની જવાબદારી બનશે.

Panchmahal

આ ખાસ જાણો....

વલ્લભપુર તલાટીને ગામની બીજી ગૌચર જમીનમાં ઘાસચારો નથી ઉગાડવો અને આ તળાવમાં જ ઘાસચારો ઉગાડવાની મુરાદ કેમ છે તે પણ જાણો. આ તળાવની આજુબાજુ ભરપૂર પ્રમાણમાં ખનીજસંપત્તિ છે એટલે લીઝ ધરાવતાં હોય તેવા અને સાથે બે નંબરીયાઓને પથ્થર સહિતની ખનીજ પૂરપાટ ઝડપે ખેંચી જવા સરસ રસ્તો જોઈએ છે. આ મેલી મુરાદની અસર વલ્લભપુર ગ્રામ પંચાયતના તલાટીને થઈ હોવાનો આક્ષેપ જસવંતસિંહ સોલંકીએ લગાવ્યો છે.