કૌભાંડ@તાપી: વિકાસ નિગમના અધિકારી પાસેથી 2.20 કરોડની બેનામી સંપત્તિ મળી
કૌભાંડ@તાપી: વિકાસ નિગમના અધિકારી પાસેથી 2.20 કરોડની બેનામી સંપત્તિ મળી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે એસીબીએ જમીન વિકાસ નિગમમાં વધુ એક અધિકારી સામે અપ્રમાણસર મિલકતને લઇ ગુનો દાખલ કરતાં ચકચાર મચી ગઇ છે. આ અધિકારીએ આવક કરતા 113 ટકા વધુ મિલકત વસાવી હતી. તાપીના વર્ગ-3ના કર્મચારી પાસેથી 2.20 કરોડની બેનામી સંપત્તિ મળી આવતાં એસીબીએ તેની સામે અપ્રમાણસર મિલ્કતો ગુનો દાખલ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં વિકાસને નામે અબજો રૂપિયાના કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. આ તરફ એસીબીની ઝપટે વધુ એક સરકારી કર્મચારી આવતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. જમીન વિકાસ નિગમમાં ફિલ્ડ આસિસ્ટન્ટ સામે અપ્રમાણસર મિલકતને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાપીના ફિલ્ડ આસિસ્ટન્ટ રમેશ વસાવાએ આવક કરતા 113 ટકા વધુ મિલકત વસાવી હતી. રમેશ વસાવા પાસેથી 2.20 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે. પાણીના ટાંકા બનાવવવાની કામગીરીમાં ગેરરીતિ સામે આવી છે.