હડકંપ@સોનગઢ: કયા વોર્ડને ખાનગી શાળાના આકાને બચાવવા સોગઠાં ગોઠવ્યાં, વળવીજી તપાસ કરાવશો?

 
File photo
મદદનીશ કમિશ્નર વળવી જી તમારા હેઠળના કયા કર્મચારી ખાનગી શાળાના આકાને અંદરખાને બચાવે તે તપાસ કરશો ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ખાનગી શાળાના કહેવાતા આકાએ સિસ્ટમમાં રહીને વિભાગની શાળાની જમીનમાં ગેરકાયદેસર દબાણ કર્યું છે. તેની જાણ મદદનીશ કમિશ્નર કચેરીને વર્ષોથી હોવા છતાં તપાસ, કાર્યવાહી કે ધોરણસરની પ્રક્રિયા ત્વરિત કેમ ના થઈ તે જાણવું રસપ્રદ છે. મદદનીશ કમિશ્નર કચેરી હેઠળના કોઈ એક વોર્ડનની ભૂમિકા ખાનગી શાળાના કહેવાતા આકાએ બચાવવા માટે બની રહી છે. જાણકારોના મતે, મૂળ વોર્ડન અને આશીર્વાદથી ક્લાસ ટુ જેટલી સત્તા ભોગવતાં વ્યક્તિના સંબંધો કહેવાતા આકા સાથે મજબૂત છે. આ મજબૂત સંબંધોને કારણે વારંવાર અનેક મદદનીશ કમિશ્નર બદલાઇ ગયા પરંતુ ગેરકાયદેસર દબાણની ફાઇલ આગળ વધી નથી, જેનો કંઈકને કંઈક ઈશારો મામલતદાર કચેરીના કર્મચારીએ પણ કર્યો છે. વાંચો સ્પેશ્યલ રિપોર્ટ.

સમગ્ર તાપી જિલ્લાના બહુઆયામી વિકાસ માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની સરકાર તનતોડ મહેનત કરે છે. આ મહેનતના ફળ સ્વરૂપે એકથી પણ વધુ આદર્શ નિવાસી શાળાઓ અને છાત્રાલયો શરૂ થયા છે. જોકે સોનગઢ ખાતે બની રહેલી આદીજાતી વિકાસ વિભાગની છાત્રાલયની જમીનના કેટલાક ભાગમાં જે ખાનગી શાળાએ ગેરકાયદેસર દબાણ, કબજો લીધો છે તે ગંભીર છે. મામલતદાર કચેરીના નાયબ મામલતદારે(મહેસુલ) રીતસર અમોને સવાલો કર્યા કે, કેમ અત્યાર સુધી મદદનીશ કમિશ્નર કચેરી વાળાએ પોતાની જમીન બાબતે દરકાર ના લીધી? વર્ષ 2023 પછી કેટલા કાગળો લખ્યા? આ સવાલો ચોંકાવનારા હોઈ વાતમાં ઉંડા ઉતરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મદદનીશ કમિશ્નર કચેરીના વખતોવખત બદલાયેલા અધિકારીઓએ પોતાની ફરજ નિષ્ઠા બજાવી વિભાગ હેઠળના છાત્રાલયને મળેલી તમામ જમીન હસ્તગત કરવા પ્રયત્નો કર્યા હતા. છેલ્લા 2 વર્ષમાં આવેલા રેગ્યુલર અથવા ચાર્જ વાળા મદદનીશ કમિશ્નરે જમીન માપણી કરાવવા, દબાણ શોધી દૂર કરાવવા અને રેવન્યુ વિભાગથી મળેલી જમીન મેળવવા અવારનવાર પ્રયાસો કર્યા હતા. જોકે મદદનીશ કમિશ્નર કચેરી હેઠળના એવા કયા વોર્ડનની સંદિગ્ધ ભૂમિકા છે ?? ખાનગી શાળાના કહેવાતા આકાના કયા વોર્ડન સાથે મજબૂત સંબંધો છે ? મદદનીશ કમિશ્નર પ્રામાણિક આવે અને જમીન ઉપર મુલાકાતે જઈ ધોરણસરની પ્રક્રિયા કરે ત્યારે આ વોર્ડન શું ભૂમિકા ભજવતાં હતા ? આ તમામ સવાલો બનતાં હોઈ વળવીજી જરા તપાસ કરાવશો ખરા ? વળવીજી આટલુ જ નહિ, તમારા તાબા હેઠળના કર્મચારીને શું સેટિંગ્સ પડાવવાની ડ્યુટી આપી છે ?? હજુ વધુ ઘટસ્ફોટ આગામી ન્યૂઝ રીપોર્ટમાં.