તાપીઃ માતાએ જમવાનું નહિ આપતાં પુત્રએ હત્યા કરી નાંંખતા ચકચાર
અટલ સમાચાર, ડેસ્ક આજસુધી હત્યા કોઇ દુશ્મન કરતો આવ્યા છે. પણ આ એક એવો બનાવ છે કે, જે જનેતાએ પુત્રનો જન્મ આપ્યો હતો એજ નરાધમી પુત્રે પોતાનીજ માતાની હત્યા કરી દીધી. તાપીમાં એક ક્રુર દીકરાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. અહીં કળયુગના એક દીકરાએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી લીધી હતી. ઘટના સામે આવતા
Sep 13, 2019, 12:57 IST

અટલ સમાચાર, ડેસ્ક
આજસુધી હત્યા કોઇ દુશ્મન કરતો આવ્યા છે. પણ આ એક એવો બનાવ છે કે, જે જનેતાએ પુત્રનો જન્મ આપ્યો હતો એજ નરાધમી પુત્રે પોતાનીજ માતાની હત્યા કરી દીધી.

તાપીમાં એક ક્રુર દીકરાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. અહીં કળયુગના એક દીકરાએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી લીધી હતી. ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

તાપીના વાલોડના રાનવેરી ગામે માતાએ તેના પુત્રને જમવાનું ન આપતા પુત્ર રોષે ભરાયો હતો જેના બાદ તેને માતાની હત્યા કરી નાખી હતી. જણાવી દઈએ કે વાલોડ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે હત્યાની ફરિયાર નોંધાઈ છે. જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.