દુ:ખદ@રાજકોટ: શિક્ષિકાના પુત્રએ આપઘાત કર્યો, હોસ્ટેલમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ખંભાળા ગામે સ્કૂલની હોસ્ટેલમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. 11 સાયન્સમાં અભ્યાસ કરતો રિધમ રોજાસરા રિશેષ દરમિયાન હોસ્ટેલમાં પોતાના રુમમાં જ ગયો હતો, અને પછી આપઘાત કર્યો હતો.
મૃતક વિદ્યાર્થીની માતા પણ જસદણની સરકારી સ્કૂલમાં શિક્ષિકા છે. આમ શિક્ષિકાના 16 વર્ષના પુત્રએ જ સ્કૂલ હોસ્ટેલમાં આપઘાત કર્યો છે. હાલ એ જાણી નથી શકાયું કે વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે. આ સભ્ય સમાજ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે.
આ તરફ રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. જસદણ સરકારી શાળાના શિક્ષિકાના 16 વર્ષના દીકરાના આપઘાતથી હોસ્ટેલ, સ્કૂલ અને અન્ય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.