અકસ્માત@મહેસાણા: ST બસ અને બાઇક વચ્ચે ટક્કર, બસના ટાયર નીચે આવી જતાં કિશોરનું મોત

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમ્યાન મહેસાણા જિલ્લામાં એસટી બસની ટક્કરે એક કિશોરનું મોત થયું છે. ઘટની વિગત એવી છે કે, લીંચ ગામનો યુવક પોતાના મીત્ર સાથે બાઈક પર સવાર થઈ આંબલિયાસણ ખાતે બજારમાં કામ અર્થે ગયો હતો. જે બાદકામ પતાવી ઘરે આવતા સમયે ભાકડીયા ગેરતપુરા રોડ પર બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ દુર્ઘટનામાં બાઈક ચાલક કિશોરનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મહેસાણાના લીંચ ગામે રહેતો વિજય ઠાકોર(ઉ.વ.17) પોતાના બનેવીનું બાઈક લઇ મિત્ર મેહુલજી ઠાકોર આંબલીયાસણ કામ અર્થે ગયા હતા. આ દરમ્યાન કામ પતાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે ભાકડીયા-ગેરતપુર જતા રોડ પર એસટી બસ સાથે ટક્કર થતાં અકસ્માત થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં કિશોર વિજય ઠાકોર બસના ટાયર નીચે આવી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે તેની પાછળ બેસેલા અજયજીને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાને લઇપરિવારજનો સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા. એક યુવકના કમકમાટીભર્યા મોત બાદ અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ તરફ સમય અકસ્માતની ઘટનામાં એસટી બસના ડ્રાઈવર સામએ લાઘણજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.