મોટા સમાચાર@ગુજરાત: TET-1 અને TET-2ની પરીક્ષા તારીખો જાહેર, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં TETની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી એપ્રિલ મહિનાના મધ્યમાં TETની પરીક્ષા યોજાશે. મળતી વિગતો મુજબ TET-1 અને TET-2ની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
રાજ્યમાં TET-1ની કસોટી 16 એપ્રિલના રોજ લેવાશે. જ્યારે TET-2ની કસોટી 23 એપ્રિલના રોજ લેવાશે. ઉલ્લેખનીય છે કે, TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
— Dr. Kuber Dindor (@kuberdindor) March 18, 2023
સમગ્ર બાબતે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલા ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.16/04/2023ના રોજ અને TET-2 કસોટી તા.23/04/2023ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે.