કાર્યવાહી@મહીસાગર: 1 વર્ષથી નાસતો ફરતો આરોપી યાત્રાળુ બન્યો, પોલીસ પણ સંઘમાં જોડાઈ અને દબોચી લીધો

 
Mahisagar

અટલ સમાચાર, ડેસ્ક

મહિસાગર SOGએ છેલ્લા એક વર્ષથી ચલણી નોટોના કેસમાં નાસતા ફરતા આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મહિસાગર SOGને બાતમી મળી હતી કે ચલણી નોટોના કેસનો આરોપી અંબાજી પગપાળા સંઘમાં જોડાઈને અન્ય સ્થળ પર ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પોલીસને બાતમી મળ્યા અનુસાર મહીસાગર SOG પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે પણ યાત્રાળુનો વેશ ધારણ કરીને પગપાળા સંઘમા જોડાઈ હતી. પાંચ કીમી પગપાળા યાત્રા કરીને સાબરકાંઠાના ખેડબ્રહ્માથી આરોપીને દબોચી લીધો હતો.

 

વર્ષ 2022નાં સંતરામપુરમાં ચલણી નોટોનોમામલો સામે આવ્યો હતો, આ કારણે આરોપી પોલીસને હાથતાળી આપીને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે ઝડપીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.