નિવેદન@ગાંધીનગર: ગુજરાતી કલાકારે કહ્યું ઇતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો
અટલ સમાચાર, ડેસ્ક
ગાંધીના ગુજરાતમાં રાજ્ય સરકાર જ છુટથી દારૂ વેચાય તે મતમાં છે. ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ વખતે ગિફ્ટ સિટી કલબમાં કલાકારોથી માંડીને આમંત્રિતો માટે દારૂની મહેફિલ માંડી હતી. ગુજરાતી કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એ વાતની કબૂલાત કરી કે, ઇતિહાસમાં પહેલીવાર ગુનાઇત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો.
રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવા છુટ આપી છે. આ કારણોસર ગુજરાત ટુરિઝમે પણ મહાત્મા મંદિરને બદલે ગિફ્ટ સિટી (Gift City)માં ફિલ્મ ફેર એવોર્ડ (filmfare award) યોજવાનુ નક્કી કર્યુ હતું. તેના પાછળનું કારણ એ હતુ કે, બોલિવુડની ફિલ્મી હસ્તી, ફિલ્મ નિર્માતાથી માંડીને અન્ય આમંત્રિતોને દારૂ મળી રહે.
ફિલ્મફેર એવોર્ડમાં આમંત્રિત ગુજરાતી કલાકારોએ પણ હાજરી આપી હતી. કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એવી કબૂલાત કરી કે, ઈતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો. ગિફ્ટસિટી, ગાંધીનગરમાં ફિલ્મ ફેર એવોર્ડમાં બીઅરની પણ લિજ્જત માણી. એવોર્ડ ફંકશન સારુ હતું પણ બિયર જ નહીં, વેજ-નોનવેજ જમવાનુ ટોપના પેટનું હતું. આમ, ગુજરાતી કલાકારે પણ ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપતા ખુશી વ્યક્ત કરી હતી.