ગમગીની@વિજાપુર: ગેરકાયદે અમેરિકા જવાની ઈચ્છા ઓછી છતાં મક્કમ બન્યા, આખો પરિવાર નદીમાં ડૂબતાં આભ ફાટ્યું

 
America

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા 

ગત 31 માર્ચે અમેરીકા નજીકના ઓન્ટારિયો બોર્ડર પાસેની સેન્ટ લોરેન્સ નદીમાં બોટ ડૂબી હોવાની ખબર વિશ્વભરમાં ફેલાઇ ગઇ પરંતુ તેની અસર બોટમાં સવારી કરતાં વતન દેશમાં ધ્યાને આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવારના સભ્યો કેનેડાથી અમેરિકા જતાં આ બોટમાં હતા. આથી વતનમાં કોલાહલ મચી ગયો ત્યારે દોડધામ મચી ગઇ હતી. ખબરની ખાત્રી કરતાં મગજ હરી જાય તેવી ખબર પડી કે, આખો પરિવાર નદીમાં ગરકાવ થઈ ગયો છે. અમેરિકામાં અનઅધિકૃત પ્રવેશ માટે ગેરકાયદેસર બોટમાં પરિવાર બેઠો હતો, જોકે ચૌધરી પરિવારની આ અંતિમ સફર બની હતી. 

અત્યારે ફરી એકવાર મહેસાણા જિલ્લામાં અમેરિકામાં અનઅધિકૃત પ્રવેશ દરમ્યાન થતી અસફળ વાતોની બૂમરાણ મચી છે. કલોલ નજીક ડિગુચાના પરિવારના મોતની ઘટના શાંત પડી તો હવે વિજાપુરના ગામના ચૌધરી પરિવારના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. વિજાપુરના માણેકપુરા ગામના ખેડૂત ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ(ઉં.વ.50) પોતાની પત્ની ચૌધરી દક્ષાબેન (ઉં.વ 45), દીકરી વિધિ(ઉં.વ.23), પુત્ર મિત (ઉં.વ.20) સહિત ચારેય જણાનાં બોટ પલટવાથી મોત થયાની ઘટનાથી પંથકમાં ગમગીની છવાઇ ગઇ છે. આ પરિવાર કેનેડા ગયા બાદ ગામનાં અને સગાં સાથે વાતચીતથી સંપર્કમાં હતા. અમેરિકા જવાના થોડા દિવસ પહેલાં આ પરિવારે એક સગાં સાથે વાતચીતમાં અમેરિકા જવાનું માંડી વાળવું છે કહ્યું હતું આ પછી કોઈ થઈ નહોતી અને હવે મૃત્યુના જ સમાચાર આવ્યા છે આવતાં ચોંકી ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૌધરી પ્રવીણભાઈના દીકરા અને દીકરીની સગાઈ લગભગ ફાઇનલ હતી. પ્રવીણભાઈના પત્નીનું પિયર પામોલ ગામ છે. મૃતક પ્રવીણભાઈના ભાઈ અશ્વિનભાઈ ચૌધરી માણેકપુરા ગામના ઉપસરપંચ છે. જો કે આ કેસમાં પણ કોઈ એજન્ટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકના કૌટુંબિક ભાઈ જસુભાઈ ચૌધરીના મતે, બે મહિના પહેલાં પરિવાર સાથે વિઝિટર વિઝા પર કેનેડા ગયા હતા. જ્યારે સમાચાર મળ્યા કે બોટ મારફતે અમેરિકામાં ગેરકાયદેસર જતાં ભારતીય પરિવાર ડૂબી ગયો છે. આથી મારા ભાઈને ઘણા ફોન કર્યા પણ તેમનો ફોન લાગતો ન હતો. ત્યારબાદ કેનેડામાં રહેતા અમારા અન્ય સંબંધીઓને ફોન કરીને પૂછ્યું કે આ ઘટના શું છે તો સામેથી જવાબ મળતાં પગ નીચેથી જમીન સરકી ગઈ.

સૌથી ચિંતાજનક વાત

ગત બુધવારની રાત્રે ત્યાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણી પર ઊતરવાનો એ સમય સારો ન હતો. સ્થાનિક પોલીસને રાત્રિ દરમિયાન લોકો તરફથી બચાવ માટેના કોલ મળ્યા હતા. આ ઘટનાની તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું કે, આ દુર્ઘટનાનું કારણ કંઈપણ હોઈ શકે છે, પરંતુ બોટ નાની હતી કે જેમાં 7-8 લોકો પણ સુરક્ષિત રીતે પાણીમાં જઈ શકે તેવી શક્યતા નહિવત્ ગણી શકાય.