રામભરોસે@પાંથાવાડા: ભરસિઝને ગંજબજારના સત્તાધિશો ફરવા ઉપડ્યા, ફરવાના લાખો રૂપિયામાં ખેડૂતોની આ સુવિધા કેમ નહિ

 
Panthavada

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાંથાવાડા ગંજબજારનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે તે જાણીને આશ્ચર્ય થાય તેમ છે. અત્યારે ભરસિઝને ગંજબજારમાં ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે માર્કેટયાર્ડના ચેરમેન, સેક્રેટરી સહિતના સત્તાધીશો ફરવા ઉપડી ગયા છે. દેશ વિદેશમાં હરવા ફરવામાં લાખો રૂપિયા ઉડાવી દેવાના પરંતુ ગંજબજારમાં ખેડૂતો માટે આજેપણ અનેક દુવિધા છતાં આંખ આડા કાન થઈ રહ્યા છે. હરવા ફરવાના લાખો રૂપિયાથી ખેડૂતો માટે ગંજબજારમાં અનેક વ્યવસ્થાઓની પૂર્તિ કરવાની ખૂબ જરૂરિયાત છતાં મોટો ખર્ચો ફરવામાં ઉડાવી રહ્યા છે. જાણીએ ગંજબજારના સત્તાધિશોનો વહીવટ અને ગરીબ ખેડૂતોની વેદનાનો આ નિષ્પક્ષ ન્યૂઝ રિપોર્ટ...

Panthavada

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાંથી અલગ પડીને નવા બનેલા પાંથાવાડા ગંજબજારનો એક સમયે દસકો હતો. મહેનતુ ખેડુતો દ્રારા કરોડોથી અબજોની આવક ઉભી કરવા સક્ષમ આ પાંથાવાડા ગંજબજારમાં આજે સમસ્યાઓનો કોઈ તૂટો નથી. રાતદિવસ મહેનત કરી ખેડૂતો પોતાનો પાક વેચાણ કરવા આવે અને આ ખેડૂતો વેપારીઓ દ્વારા ઉજળા બનતાં સત્તાધિશો આજે ભાન ભૂલ્યા છે. સેસની આવકમાં મસમોટો કૌભાંડ કરી હજુ પોતાનું હોજરૂ ભરી નથી શક્યા અને ગંજબજારમાં ખેડૂતો માટે પૂરતાં પ્રમાણમાં વ્યવસ્થા ઉભી નથી કરી શક્યા તેઓ આજે દેશવિદેશમાં મોજ મ્હાણી રહ્યા છે. પાંથાવાડા ગંજબજારના ચેરમેન અને સેક્રેટરી સાથે કેટલાક ડિરેક્ટરો કાગળ ઉપર ખર્ચાને સરકારના અને ખેડૂતોના હિતમાં બતાવી લાખો રૂપિયાનો ધુમાડો હરવા ફરવામાં ઉડાવી રહ્યા છે.

Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંથાવાડા ગંજબજારના સત્તાધિશો હરવા ફરવાને બદલે, દૈનિક અને એકદમ નેટ એન્ડ ક્લિન એટલે કે ક્યાંય ગંદકી ના જોવા મળે તેવી સફાઇ કેમ નથી કરાવી શકતા ?, ગંજબજારમાં એકથી અનેક સ્થળે આર.ઓ પ્લાન્ટવાળા પીવાના પાણીની વ્યવસ્થા કેમ નથી કરતાં, ખેડૂતો, મજૂરો, મહિલા ખેડૂતો અથવા પાક વેચાણ સાથે આવતાં મહિલાઓ અને ખરીદવેચાણ સાથે સંકળાયેલાઓ માટે કેમ આરામદાયક જગ્યા નથી કરતાં ? આટલું જ નહિ ગંજબજારનો પારદર્શક વહીવટ થાય તેના માટે કેમ વધુ સારી વ્યવસ્થા નથી કરતાં ? આસપાસના ખાનગી કે પ્રાઇવેટ માર્કેટયાર્ડના બદલે ખેડૂતોના પોતાના પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વધારે કૃષિ પાક આવે તેની મહેનત કેમ નથી કરતાં ? દર મહિને કે ત્રિમાસિક મંડળીઓના પ્રતિનિધિઓ કે સામાન્ય ખેડૂતો સાથે મિટિંગ ગોઠવી કેમ તેમની વેદના નથી સાંભળતાં ?

Panthavada
જાહેરાત

આ તમામ સવાલો અને સમસ્યાઓની ભરમાર છે છતાં પાંથાવાડા ગંજબજારના ચેરમેન અને સેક્રેટરી સહિતના સત્તાધીશો જાણે સમસ્યાઓથી બેફિકર બની હરવા ફરવામાં આજે મોજ માણી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં અત્યારે ગંજબજારમાં આવતાં ખેડૂતોને પાણી, સ્વચ્છતા, સાત્વિક ભોજન, સુરક્ષા સહિતની બાબતે રામભરોસે જેવી નોબતમાંથી પસાર થવું પડી રહ્યું છે. ખાનગી સૂત્રોના જણાવ્યા મુજબ જો, પાંથાવાડા ગંજબજાર બન્યું ત્યારથી આજ સુધીના વહીવટનો હિસાબ જો તટસ્થ રીતે તપાસવામાં આવે તો મોટાપાયે ગેરરીતિ મળી આવે તેવી શક્યતા છે. જેમાં ખાસ કરીને ભરતી, સેસની રકમ, બાંધકામ સહિતની બાબતે ઝીણવટભરી અને એકદમ નિષ્પક્ષ તપાસ થાય તો મોટો કાંડ બહાર આવે તેમ છે.

હાઇફાઈ ગેસ્ટ હાઉસમાં પણ જલસા

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગંજબજારના ગેસ્ટ હાઉસમાં પણ જલસા જ જલસા થાય છે. અત્યાધુનિક સુવિધા સાથેના અને એસી સાથેના ગેસ્ટ હાઉસના રૂમમાં બહારથી આવતાં મોંઘા મહેમાનો અને યાર્ડના સત્તાધીશો રહી શકે પરંતુ ગરીબ ખેડૂતોને તો રૂમ જોવા પણ ના મળે તેવી નોબત છે. 

દેશભરમાં સ્વચ્છ ભારત મિશન અને ગંજબજારમાં તો........

આખા દેશમાં લોકપ્રિય વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશન ચલાવી રહ્યા છે અને લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્વચ્છતા ઉપર જોર આપી રહ્યા છે ત્યારે પાંથાવાડા ગંજબજારમાં સુવિધાયુક્ત એકથી વધુ શૌચાલયોનો પણ અભાવ છે ત્યારે દેશવિદેશમાં મોજ કરતા આ સત્તાધીશો કેવી રીતે સ્વસ્થ ભારત મિશનની વાતો કરતાં હોય. બીજી રીતે જોઈએ તો સ્વચ્છ ભારત અભિયાનનુ પણ પાલન કરતા નથી.

બેફામ ટ્રક ડ્રાઈવરોની દાદાગીરી છતાં કોઈ બોલવા તૈયાર નથી

પાંથાવાડા ગંજબજારમાં અવારનવાર બેફામ અને છાકટા બનતાં ટ્રક ડ્રાઈવરોની દાદાગીરી સામે આવે છે. વેપારીઓ અને ખેડૂતો સાથે રોફ જમાવવા ટ્રક ડ્રાઈવરોને કોઈનો ડર નથી અને કાયદાની ધજ્જીયા ઉડાવી ધોળાં દિવસે ખેડૂતો વેપારીઓ સાથે ઘર્ષણ કરી મારવા દોડે છે. એટલે ગંજબજારમાં ખેડૂતો સાથે વેપારીઓ પણ સુરક્ષા સહિતની અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે.

માવઠાની આગાહી હોવાની જાણ હોવાથી કોઈએ બહાર નહિ જવાની સૂચનાનું ઉલ્લંઘન

ગુજરાતની જાગૃત સરકારે રાજ્યમાં માવઠું પડવાની આગાહી સામે ખેડૂતો અને વેપારીઓના હિતમાં સુચના આપી હતી. આના અધારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ પણ તકેદારીના ભાગરૂપે હાજર રહેવા સુચના આપી હતી. આમ છતાં સરકારની સુચના અને તકેદારીની પરવા કર્યા વગર પાંથાવાડા ગંજબજારના સત્તાધિશો હરવા ફરવા ઉપડી ગયા અને આજે માવઠાથી માર્કેટયાર્ડમા ભયંકર નુકસાનની દ્રશ્યો સર્જાયા છે.

હાઇફાઈ ગેસ્ટ હાઉસમાં પણ જલસા

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગંજબજારના ગેસ્ટ હાઉસમાં પણ જલસા જ જલસા થાય છે. અત્યાધુનિક સુવિધા સાથેના અને એસી સાથેના ગેસ્ટ હાઉસના રૂમમાં બહારથી આવતાં મોંઘા મહેમાનો અને યાર્ડના સત્તાધીશો રહી શકે પરંતુ ગરીબ ખેડૂતોને તો રૂમ જોવા પણ ના મળે તેવી નોબત છે. 

ઈરાદાપૂર્વક પાંથાવાડા ગંજબજારને નુકશાની આપવામાં આવી રહી ?

જાગૃત ખેડૂતો જણાવી રહ્યા છે કે, કરોડોમાંથી અબજો રૂપિયાની આવક ઉભી કરવા સક્ષમ એવા પાંથાવાડા ગંજબજારને ઉત્તરોત્તર નુકસાની આપી રહ્યા છે આ સત્તાધીશો. તો પણ કોઈ બોલવા કેમ માગતું નથી? આ સવાલનો જવાબ છે, ગંજબજારના હિતમાં અને સરકારના પારદર્શક નિયમોથી બહાર રહીને ભરતી કરી, પ્લોટ વેચાણ કર્યા, બાંધકામમાં બેફામ ઓર્ડર કર્યા, સેસની આવકમાં અનેક રીતે શંકાસ્પદ, આ બધું કરીને લાગતાવળગતાને સાચવી લીધા એટલે હવે કોઈ બોલવા તૈયાર નથી અને ગંજની ખુરશીમાં બેઠેલા આજે દેશવિદેશમાં મોજ મ્હાણી રહ્યા છે. જો પારદર્શક વહીવટ કર્યો હોત તો આજે પાંથાવાડા ગંજબજાર પણ એશિયાના સૌથી મોટા ઉંઝા ગંજબજાર પછીની હરોળમાં આવી શકે તેમ બનતું.