ઉનાળો@ગુજરાત: કાળઝાળ ગરમીની શરૂઆત, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં આગામી દિવસોએ હિટવેવ રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. અમદાવાદ અને ડીસાનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહેવાનું અનુમાન છે તો ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે.

મહત્વનું છે કે, હોળી પહેલા કમોસમી વરસાદ કહેર મચાવશે. હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે, 3 દિવસ માવઠાનો માર કેટલાક વિસ્તારોને ધમરોળશે. હવામાન નિષ્ણાતની મોટી આગાહી સામે આવી છે. આગામી 4 માર્ચથી રાજ્યમાં માવઠાના એંધાણ છે. તેમના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાયું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક દિવસથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. ખેતરોમાં ઉભા પાક પર કમોસમી વરસાદના વાદળો ઘેરાઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, આગામી 4 માર્ચથી રાજ્યમાં માવઠું પડી શકે છે.