હડકંપ@ઊંઝા: બે દિવસથી ગુમ યુવકની લાશ અવાવરું કુવામાંથી મળી, પારીજનો શોકમગ્ન

 
Unjha

અટલ સમાચાર, ડેસ્ક

ઊંઝા પંથકમાંથી બે દિવસ અગાઉ ગુમ થયેલ યુવકની લાશ મળી આવી છે. વિગતો મુજબ ભુણાવ ગામમાં રાજપૂત સમાજનો યુવક બે દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયેલ હતો. આ તરફ ચિંતિત બની પરિવારે શોધખોળ કરી હતી પરંતુ યુવકની કોઈ ભાળ મળી ન હતી. આ તરફ ગુમ યુવકની શોધખોળ વચ્ચે આજે વહેલી સવારે ભુણાવ અને દાસજ ગામની સીમ વિસ્તારમાં આવેલ અવાવરૂ કુવામાંથી રાજપૂત કીર્તિસિંહની લાશ મળી હતી . આ તરફ ઘટનાની જાણ થતા જ પરિવાર સહિત ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. 

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભુણાવ ગામના યુવકની લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ બે દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ કૂવામાંથી મળી હોવાનું સામે આવતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. આ તરફ ભુણાવ ગ્રામજનો દ્વારા ઊંઝા ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરતા કુવામાંથી મૃત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.