ગંભીર@રાધનપુર: ગામની સીમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી પંખીડાની મળી લાશ, પંથકમાં ચકચાર
અટલ સમાચાર,પાટણ
રાધનપુર તાલુકાના કમાલપુર દેલાણા ગામની સીમમાં આવેલ ખેતરની અંદરથી પ્રેમી પંખીડાની ગળે ફાસો ખાધેલી હાલતમાં બુધવારે લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો આ બાબતે પોલીસ ને જાણ કરાતા તેઓએ ધટના સ્થળે દોડી આવી લાશ નું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી તેના વાલીઓને જાણ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર દેલાણા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં યુવક યુવતી ની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી બંને મૃતદેહોનુ પંચનામું કરી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતી પૂનમ ઠાકોર રહે કમાલપુર અને યુવક ચેતન ઠાકોર રહે પાટણ અનાવાડા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્રારા બંનેના પરિવારજનોને ધટના ની જાણ કરવામાં આવી છે. તો ત્રણ દિવસ થી આ યુવક અને યુવતી ગુમ થયા હોવાની જાણવા જોગ નોધ કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

