ACB@ડભોઇ: આરોપીને માર ન મારવા મામલે 35 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝબ્બે
Updated: Dec 9, 2023, 11:06 IST

અટલ સમાચાર, ડેસ્ક
ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂપિયા 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. કોન્સ્ટેબલે આરોપી પાસેથી માર ન મારવાના મામલે 35 હજારની માંગણી કરી હતી.
ડભોઇના ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રૂપિયા 35 હજારની લાંચ લેતા એસ.સી.બીના હાથે ઝડપાયો છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ પોલીસ સ્ટેશનમાં જ ટ્રેપ ગોઠવીને કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે. આરોપીને માર ન મારવા માટે રૂ. 35000ની લાંચની માંગણી કરી હતી.
છોટાઉદેપુર એસસીબીના પીઆઇ એન.કે રાઠવા સહિતની ટીમે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં લાંચિયા કોન્સ્ટેબલને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.