ઘટના@દાહોદ: પતિ સહિતનાએ કોર્ટ નજીકથી જ કોન્સ્ટેબલ પત્નીનું કર્યું અપહરણ, મહિલા કોન્સ્ટેબલે નોંધાવી ફરિયાદ

 
Sanjeli

અટલ સમાચાર, ડેસ્ક

સંજેલી તાલુકામાં પારિવારિક તકરારના કેસમાં ચોંકાવનારી ઘટના બની છે. મહિલા કોન્સ્ટેબલ પારીવારીક કેસ મામલે કોર્ટમાં છતાં હતા ત્યારે અચાનક મહિલા કોન્સ્ટેબલને બળબજરી પૂર્વક કેટલાક ઈસમો કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. જોકે મહિલા કોન્સ્ટેબલની જાગૃતિ આવે દાહોદ પોલીસની કામગીરીને કારણે અપહરણકારો પકડાઇ ગયા અને મહિલા કોન્સ્ટેબલને છોડાવી હતી. હવે સૌથી મોટો ઘટસ્ફોટ અહિં થયો કે, અપહરણ કરનાર બીજું કોઈ નહિ પરંતુ ખુદ મહિલા કોન્સ્ટેબલના પતિ સહિત સસરા પક્ષના હતા. આખરે મહિલાએ અપહરણ સહિતની ફરિયાદ પતિ અને સસરા સહિતના વિરુદ્ધ નોંધાવી છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના તોયણી ગામની રહેવાસી અને પીપલોદ ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ઉર્વશીબેનના જામદરા ગામના રહીશ જયેશભાઈ ખુમાભાઇ પટેલ સાથે લગ્ન સંબંધ બાદ તકરાર ચાલી રહ્યો છે. આ બાબતે મહિલા કોન્સ્ટેબલ ઉર્વશીબેને દાહોદ મહિલા પોલીસ મથકે 498 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. આ કેસની સંજેલી કોર્ટમાં મુદ્દત હોવાથી ઉર્વશીબેન પિયરપક્ષના માણસો સાથે સુનવણીમાં આવ્યા હતા. આ દરમ્યાન સામે પક્ષે મહિલા કોન્સ્ટેબલના પતિ જયેશભાઈ ખુમાભાઇ પટેલ, ભીમસિંહ મગનભાઈ પટેલ અને અન્ય એક મયુર મગનભાઈ પટેલ પણ કોર્ટમા આવ્યા હતા. જોકે કોર્ટમાં મુદ્દતપૂર્ણ થયા બાદ ઉર્વશીબેન બહાર નીકળતા જ તેમના પિયરપક્ષ અને સાસરીપક્ષ વચ્ચે વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન જયેશ પટેલ, ભીમસિંહ પટેલ તેમજ મયુર પટેલે અચાનક મહિલા કોન્સ્ટેબલ ઉર્વશીબેનનો હાથ પકડી, ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. 

સમગ્ર મામલે ઘટનાની જાણ સિંગવડ પોલીસ સ્ટેશન અને એલ.સી.બી.ને થતાં પોલીસે જામદરા પહોંચી મહિલા કોન્સ્ટેબલ ઉર્વશીબેનને મદદ કરી હતી અને અપહરણ મામલે મહિલા કોન્સ્ટેબલ ઉર્વશીબેને સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આથી સંજેલી પોલીસે મહિલાના પતિ સહિત સાસરીપક્ષના 2 મળી કુલ 3 ઈસમો સામે અપહ૨ણ અંગેનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.