કાર્યવાહી@રાજકોટ: ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાં નશાયુક્ત સીરપ બનાવતી ફેક્ટરી સીલ કરી, 10 સામે ફરિયાદ

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં નશાયુક્ત સીરપ મળી આવવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આ સીરપ મહારાષ્ટ્રના નંદુરબારની એક ફેક્ટરીમાં બનતું હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નંદુરબારની આ ફેક્ટરીમાં તપાસ કરતા 1.30 કરોડની કિંમતના નશાયુક્ત સીરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સીરપ સાથે ફેક્ટરીને સીલ કરી દીધી છે અને આ મામલે 10 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.