ક્રાઇમ@ભરૂચ: ડાન્સ ટીચરે 7માં ધોરણની વિદ્યાર્થિની સાથે અડપલાં કરીને ફોટો પાડ્યા

 
Bharucha

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચની અલકનંદા સોસાયટીમાં રહેતો 33 વર્ષીય ધ્રુવીલકુમાર પટેલ DPS શાળામાં બાળકોને ડાન્સ અને આર્ટ્સ શીખવતો હતો. શિક્ષણ જગતને લજાવનાર આ લંપટ શિક્ષક શાળાની છાત્રાઓને શારીરિક અડપલાં કરતો હતો. 7માં ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે આ શિક્ષક જાતીય સતામણી કરતો હોવાનું માલુમ પડતા તેનો પરિવાર સમસમી ઉઠ્યો હતો.

 

લંપટ શિક્ષક ધ્રુવીલ પટેલની પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે મોબાઈલ જપ્ત કરી તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામા આવ્યો છે. હાલ આ નરાધમ જેલના સળિયાની પાછળ છે. ઉલ્લેખનીય છે કે નરાધમે અગાઉ આવું જઘન્યકૃત્ય કર્યું છે કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે.

શિક્ષકે બાળકી સાથે અડપલાં કર્યા બાદ તેની સાથે ફોટો પાડ્યો હતો.ફોનમાંથી મળી આવેલ ડેટાના આધારે પોલીસે તસવીરોમાં નજરે પડતી બાળકીઓની ઓળખ અને જો હવસનો શિકાર બની હોય તો ફરિયાદ કરવા માટે સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.