ઘટના@દાહોદ: લીમખેડાની ચારણ કન્યા: 10 વર્ષની દીકરીએ દાદીને બચાવવા દીપડા સામે બાથ ભીડી

 
Dahod

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હાલ ચારણ કન્યા જેવી ઘટના સામે આવી છે. મંગળવારે મોડી રાતે દાહોદના લીમખેડામાં 10 વર્ષની છોકરી હિરલ ચૌહાણ પોતાના દાદીને બચાવવા માટે દીપડાની સામે થઇ ગઇ હતી. મંગળવારે મોડી રાતે દાહોદના એક ગામમાં આ યુદ્ધ ચાલ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ પણ આ બાળકીની હિંમતના વખાણ કર્યા હતા.

મંગળવારે રાતના સમયે લીમખેડા તાલુકાના પાડા ગામે મીઠી નિંદ્રા માણી રહેલા 60 વર્ષીય મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ દાદીને પકડતા તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી તેમની બાજુમાં સુતેલી 10 વર્ષની દીકરી હિરલ અર્જુનભાઈ ચૌહાણની નિંદ્રા ખુલતા તેને પોતાની દાદીનો જીવ બચાવવા ઘણી જ મહેનત કરી હતી. પાંચમા ધોરણમાં ભણતી હિરલે પોતાની દાદીને એક તરફથી પકડી રાખીને પોતાની બહાદુરીથી દાદીનો જીવ બચાવ્યો હતો.

આ તરફ વન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે, આ માનવભક્ષી દીપડાને પકડવા માટે વન વિભાગના અધિકારીઓ પાડા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં પાંજરા મૂક્યા છે. લિમખેડામાં છેલ્લા ચાર દિવસમાં આવો બીજો કિસ્સો છે. 21 મેની વહેલી સવારે દીપડાએ ફુલપુર ગામમાં ઘરમાં નિંદ્રાધીન બે છોકરીઓ પર હુમલો કર્યો હતો. છોકરીઓના પિતાને દીપડાની સામે બાથ ભરીને દીકરીઓને બચાવી હતી. 'આ એ જ દીપડો છે કે જેણે ચંપા નામના દાદી પર પણ હુમલો કર્યો હતો કે, કેમ તે અંગે અમને કોઈ ખાતરી નથી.