અંદ્ધશ્રદ્ધા@મેઘરજ: દીકરીને સાપ કરડ્યા બાદ હોસ્પિટલની જગ્યાએ લઈ ગયા ભૂવા પાસે, અંતે મોત

 
Arvalli

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લીના મેઘરજના અંતરિયાળ એવા પંચાલ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેઘરજની રાજસ્થાન સરહદે આવેલા પંચાલ ગામે 14 વર્ષીય દીકરી સોનલબેન તાબિયાળ વહેલી સવારે પોતાના ઘર આગળ ઘાસ કાપવાનું કામ કરતી હતી. એવામાં એક ઝેરી સાપે સોનલ તાબિયાળને હાથની હથેળીમાં ડંખ માર્યો. જેથી સોનલ તાબીયાડે ચીસ નાખી અને ઢળી પડી હતી. 

આ દરમિયાન આસપાસથી પરિવારજનો દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે અંદ્ધશ્રદ્ધામાં પરોવાઈ સાપનું ઝેર ઉતારવા માટે ભુવાજી પાસે લઈ ગયા હતા. ત્યાં બાળકીને સારું ના થતા મેઘરજ જલારામ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.