દુ:ખદ@મહેસાણા: અકસ્માત બાદ 5 દિવસે મળ્યો આર્મી જવાનનો મૃતદેહ, જાણો શું હતો સમગ્ર મામલો

 
Mehsana army

અટલ સમાચાર, ડેસ્ક

વડનગરના સુલીપુર ગામના આર્મી જવાન રાયસંગજી ઠાકોરે ફરજ દરમ્યાન જીવ ગુમાવ્યો છે. વિગતો મુજબ ગત 1 એપ્રિલે તેઓ જ્યારે આર્મીની ટ્રક લઈ ગંગટોક જતાં હતા ત્યારે સિક્કિમનામંગન જિલ્લાની તીસ્તા નદીમાં આર્મીની ટ્રક પલટી હતી. જે બાદમાં આર્મી અને સ્થાનિક તંત્ર દ્વારા તેમણે શોધવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. જોકે છેક 5 દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો છે. 

મહેસાણા જિલ્લાના વડનગરના સુલીપુર ગામના 26 વર્ષીય રાયસંગજી ઠાકોરની 2017માં આર્મીમાં પસંદગી થઈ ગઈ હતી. રાયસંગજીનું પ્રથમ પોસ્ટિંગ જમ્મુ અને ત્યાર બાદ તેમનું પોસ્ટિંગ સિક્કીમમાં થયું હતું. જ્યાં યુનિટ-517, બટાલિયન ASCમાં તેઓ ફરજ બજાવતા હતા. આ દરમિયાન 1 એપ્રિલે તેઓ આર્મીની ટ્રક લઈ ગંગટોક જઇ રહ્યા હતા ત્યારે મંગન જિલ્લાની તીસ્તા નદીમાં આ આર્મીની ટ્રક પલટી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આર્મી જવાનના ગુમ થયા બાદ પરિવારે અન્નજળનો ત્યાગ કરી જવાનને શોધવા માંગ કરી હતી. તેમના પત્નિએ જણાવ્યું હતું કે, આર્મી જવાન રજાઓમાં પોતાના પરિવારને મળવા આવવાના હતા. 1 એપ્રિલના રોજ સવારના 08.30 વાગ્યે આ જવાનની તેમની પત્નિ સાથે વાતચીત થઈ હતી. આ તરફ સવારના 10.30 આસપાસ બંગાળના સિલ્લીગુડીથી સિક્કીમના ગંગટોક આર્મીની ટ્રક લઈ જવાન રાયસંગજી ઠાકોર જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નદીમાં ખાબકી હતી. આ તરફ 5 દિવસ બાદ આર્મી જવાનનો મૃતદેહ મળી આવ્યો છે.