ખતરનાક@સિદ્ધપુર: પાણીની લાઈનમાંથી નિકળ્યો યુવતિનો મૃતદેહ, ભયાનક ઘટનાથી મચ્યો કોહરામ

 
Sidhdhpur Girl Dead Body

અટલ સમાચાર, ડેસ્ક

સિદ્ધપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ શહેરના ઉપલી શેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળી આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું આવતું. જેને લઈ સ્થાનિકોની રજૂઆતને પગલે નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી હતી. આ તરફ પાઇપ લાઇનમાંથી કોઈ અજાણ યુવતીના મૃતદેહના કેટલાક અવશેષો મળી આવતા ચકચાર મચી ગઈ છે. 

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી એક યુવતીની લાશ મળી આવી છે. સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારની પાણીની પાઇપલાઇનમાં ખોદકામ દરમિયાન ચકચાર મચી ગઈ છે. ઉપલી શેરી વિસ્તાર છેલ્લે ત્રણેક દિવસથી પાણી ન આવતા સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરી હતી. આ તરફ પાલિકાની ટીમે પાઇપલાઇનનું ખોદકામ શરૂ કર્યું હતું. આ કામગીરી દરમ્યાન યુવતીના મૃતદેહના કોહવાઇ ગયેલી હાલતમાં અવશેષો મળી આવ્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી યુવતી લાશ મળી આવતા ચોંકાવનારી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ તરફ પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરતાં સિદ્ધપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી. જે બાદમાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપ્યો હતો. આ સાથે હવે પોલીસની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.