બનાવ@પાલનપુર: જાહેર માર્ગ પર ટ્રક ઉભો રાખી ડ્રાઈવરે પઢી નમાજ, જાણો પછી શું થયું ?

 
Palanpur

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠાના પાલનપુરમાં એક ટ્રક ડ્રાઈવરે જાહેર માર્ગ પર પોતાનનો ટ્રક ઉભો રાખી નમાજ પઢતા લાંબો ટ્રાફિક થયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. પાલનપુરમાં એરોમા સર્કલ પાસે એક લઘુમતી ટ્રક ડ્રાઈવર યુવક જાહેર માર્ગ પર પોતાનો ટ્રક ઉભો રાખી ટ્રકની આગળના ભાગે ચાદર પથારી નમાજ પઢવા લાગ્યો હતો. જાહેર માર્ગ પર આવી રીતે ટ્રક ઉભો રાખી નમાજ પઢતા જોતજોતામાં તેના ટ્રક પાછળ વાહનોની લાંબી લાઈન લાગી હતી અને ટ્રાફિક જામ થયો હતો.