બ્રેકિંગ@રાધનપુર: સોમનાથ ST બસ લઈ જતાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત

 
Radhanpur

અટલ સમાચાર, પાટણ

ઉત્તર ગુજરાતમાં આજે વધુ એક ડ્રાઈવરનું હાર્ટએટેકના કારણે નિધન થયું છે. પાટણના રાધનપુર એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા તેમનુ મોત થયું છે. નોંધનીય છે કે, એ ક સપ્તાહ અગાઉ ડીસા-રાધનપુર હાઇવે પર એક ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી જ મોત થયું હતું. 

પાટણ જિલ્લાનાઅ રાધનપુર ST ડેપોના ડ્રાઈવરન હાર્ટ એટેક આવતા મોત થયું છે. માહિતી મુજબ સોમનાથ-રાધનપુર બસના ડ્રાઈવર ભારમલ આહીરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે તેઓ રાધનપુરથી સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે " ન જાણ્યું જાનકીનાથે, કલ સવારે શું થવાનું" એ પંક્તિની જેમ રાધનપુરથી 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ જ તેમણે હાર્ટ એટેક આવ્યો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમનાથ-રાધનપુર બસ રાધનપુરથી 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ ડ્રાઈવર ભારમલ આહીરને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તાત્કાલિક બસને રાધનપુર ડેપોમાં પરત લાવવામાં આવી હતી. જ્યાં રાધનપુર પહોંચી ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

નોંધનીય છે કે, આ પહેલા બનાસકાંઠા જિલ્લાનાં ડીસા-રાધનપુર હાઇવે પર એક ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત થયું હતું. વિગતો મુજબ હાઇવે પરથી પસાર થતાં એક ટ્રક ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક કાંકરેજના ખોડલા નજીક એક હોટલ પર ટ્રક પાર્ક કરી હતી. જ્યાં ટ્રકમાંથી નીચે ઊતરતીડ્રાઈવર બેભાન થઈ જતાં હોટલ માલીક દ્વારા તેને હોસ્પિટલ ખસેડવાની કવાયત કરાઇ હતી. કાંકરેજના ખોડલા નજીક ભૈરવનાથ હોટલ નજીક બનેલી આ ઘટનાને લઈ હોટલ માલિક જ્યારે ડ્રાઈવરનેએ શિહોરી હોસ્પિટલ લઈ જતાં હતા ત્યારે રસ્તામાં જ ડ્રાઈવરનું મોત થયું હતું.