રિપોર્ટ@દેશ: આજે સાંજે ચૂંટણી પંચ કરી શકે છે મોટી જાહેરાત, જાણો એક જ ક્લિકે

 
Election Commission

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં લોકસભા 2024ની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે ત્યારે આજે સાંજે ચૂંટણી પંચ દ્વારા કોઇ મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આજે સાંજે 4:30 કલાકે પ્રેસવાર્તા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઇ મોટી જાહેરાત થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

લગભગ તમામ પાર્ટીઓ દ્વારા પ્રથમ યાદી જાહેર થઇ ચુકી છે. અને બીજા નામો નક્કી કરી જાહેર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ત્યારે સુત્રાના જણાવ્યા અનુસાર, આજે સાંજે ચૂંટણી પંચ દ્વારા પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઇને મોટી જાહેરાત થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. અને આજે યોજાનાર ચૂંટણી પંચની પ્રેસવાર્તાને લઇ લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બીજી તરફ લોકસભા 2024 ની ચૂંટણીને લઇને ચૂંટણી પંચ દ્વારા મોટાભાગની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે માત્ર સત્તાવાર જાહેરાતની જ વાટ છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાથી તબક્કાવાર રીતે મતદાન યોજાતું હોય છે. આ વર્ષે 8 જેટલા તબક્કાઓમાં દેશભરમાં મતદાન યોજાય તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

આ સાથે જ એક શક્યતા મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાને લઇને પણ ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરાઇ શકે છે. આ તમામ અટકળોનો આજે સાંજે અંત આવવા જઇ રહ્યો છે. ચૂંટણી પંચ સાંજે કઇ મોટી જાહેરાત કરે છે તેના પર સૌ કોઇની નજર રહેશે. આ સાથે જ વિવિધ પાર્ટીઓ દ્વારા લોકસભા 2024 માટે બાકીના ઉમેદવારોનું લિસ્ટ ક્યારે જારી કરવામાં આવે છે તેને લઇને પણ લોકોમાં ઉત્સુકતા રહેશે. લોકસભા 2024 ની ચૂંટણી અત્યંત રસપ્રદ રહેવાના એંધાણ છે.