રિપોર્ટ@ગુજરાત: તહેવાર ટાણે જ વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળનો આજે બીજો દિવસ, જાણો હવે શું થશે ?
Nov 2, 2023, 12:06 IST
અટલ સમાચાર, ડેસ્ક
દિવાળી ટાણે રાજ્યભરમાં વાજબી ભાવના દુકાનદારોની હડતાળનો આજે બીજો દિવસ છે. રેશનિંગના દુકાનદારોને 20 હજાર રૂપિયા કમિશન આપવા બાબતે સરકારે નનૈયો ભણ્યો છે. જેના કારણે વાજબી ભાવ ધારકોની હડતાળ યથાવત છે. અને તેથી દિવાળી સમયે ગરીબોને તેલ-અનાજ માટે હાડમારી વેઠવી પડશે.
વાજબી ભાવના 17 હજાર દુકાનદારોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પાડતા લાખો ગરીબ કાર્ડધારકોએ મુશ્કેલી વેઠવી પડી છે. હડતાળના કારણે અનાજ વિતરણ વ્યવસ્થા ઠપ રહી હતી. જેના કારણે લાખો કાર્ડ ધારકોને હેરાન થવું પડ્યું હતું.
હડતાળને લઈને અહેલાવ બાદ સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કાર્ડધારકોને મુશ્કેલી પડશેત વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની વાત કહી હતી.જોકે આ વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી તો લાખો ગરીબ કાર્ડધારકોને દિવાળીના ટાણે હોળીની જ સ્થિતિ છે.